7 May 2021

 T.B.(Tuberculosis) is a very common disease in our country. Incidence of pulmonary TB is highest. The information about this disease that most people have are symptoms like coughing and bleeding in the sputum. But it's not true for abdominal tuberculosis and many times remains silent. Similar situation happened with this 22 year old male where he had been suffering from abdominal pain for three months. He visited a few doctors but the diagnosis could not be cracked. Which is often difficult to do due to intestinal complications. The trouble was growing, his well-wishers were upset and there was no redress. As the abdominal pain became unbearable, the super specialist Dr. Dhaval Mangukia was contacted and it was found out that he was diagnosed with abdominal TB. Due to this, the intestinal tract became constricted and this caused obstruction with bloating in the intestines and even ruptured from one place. Consent to surgery at such a young age was like cutting off a wrist for his parents. After adequate persuasion and taking the patient into confidence, the infection spread throughout the abdomen was cleared by surgery. The internal condition of the abdomen was so severe that intestinal repair was not possible. For which intestinal bypass (stoma) was resorted to. The first step was to avoid a fatal situation. The challenge now was to cure TB and reconnect the gut. Intestinal attachment was also performed after the condition was brought under control and T.B. Was also completely cured. The hardships of six months of life were a game of luck but the life that followed was the result of the hard work of doctors and their families.

Transnlation
આપણા દેશમાં ટી.બી.(ક્ષયરોગ) ખૂબ જ સામાન્ય એવી બીમારી છે. જેમાં સૌથી વધારે છાતીનું ટી.બી. જોવા મળે છે. મોટાભાગના લોકોને ટી.બી. એટલે ખાંસી આવવી, ગળફામાં લોહી આવવું જેવા લક્ષણોની માહિતી હોય છે. પણ જ્યારે પેટનું ટી.બી. થાય ત્યારે આમાંના કોઈપણ લક્ષણો જોવા મળતા નથી. આવી જ રીતે પેટના ટી.બી.થી અજાણ એક ૨૨ વર્ષીય યુવાનને ત્રણ મહિનાથી પેટમાં દુ:ખાવાની તકલીફ થતી હતી. ઘણાં ડોક્ટરો ઘણા બદલાયા પણ નિદાન પાકું થતું ન હતું. જે આંતરડાની જટિલતાને કારણે ઘણી વખત કરવું મુશ્કેલ છે. તકલીફ વધતી જતી હતી. તેના હિતેચ્છુઓ પરેશાન હતા અને નિવારણ થતું ન હતું. પેટનો દુ:ખાવો અસહ્ય થતાં સુપર સ્પેશિયાલિસ્ટ ડો.ધવલ માંગુકિયાનો સંપર્ક કર્યો અને નિદાન થતા માલૂમ પડ્યું કે તેઓને પેટના ટી.બી. હોવાને લીધે આંતરડાંનો ભાગ સંકોચાય ગયો હતો તથા આ જ કારણે આંતરડામાં અટકાવો વત્તા ફુગાવો થયો હતો અને એક જગ્યાએથી ફાટી પણ ગયું હતું. આટલી યુવાન વયે શસ્ત્રક્રિયાની સંમતિ આપવી એ તેમના માતા-પિતા માટે જાણે કાંડા કાપી દેવા બરાબર હતું. પૂરતી સમજાવટ પછી અને દર્દીને પણ વિશ્વાસમાં લઈને આખા પેટમાં ફેલાયેલો ચેપ સાફ કરવામાં આવ્યો. પેટની આંતરિક પરિસ્થિતિ એટલી બધી ગંભીર હતી કે આંતરડાનું જોડાણ પણ શક્ય ન હતું. જેના માટે આંતરડાના બાયપાસ (સ્ટોમા)નો સહારો લેવામાં આવ્યો. પહેલો પડાવ એટલે કે જીવલેણ પરિસ્થિતિ ટાળવાનો પાર પડયો. હવે પડકાર હતો ટી.બી.ના ઈલાજનો અને આંતરડાને ફરી પાછા જોડવાનો. પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ આંતરડાનું જોડાંણ પણ કરવામાં આવ્યું અને ટી.બી. નો સંપૂર્ણ ઇલાજ પણ કરવામાં આવ્યો. જીવનના છ મહિનાની મુશ્કેલીઓ એ ભાગ્યની રમત હતી પરંતુ ત્યારબાદનું જીવન ડોક્ટરો અને તેના પરિવારજનોની પરિશ્રમનું પરિણામ હતું.
1,364
People reached
244
Engagements
You and 92 others
30 comments
1 share
Like
Comment
Share

No comments:

Post a Comment