બે મહિના પહેલાં ની પરિસ્થિતિ જોઈએ…. એવું જાણ થાય કે, કોઈ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ છે એટલે આજુબાજુની દરેક વ્યક્તિમાં ગભરાટ છૂટી જાય. દરેક જણ યાદ કરવા લાગે કે તે વ્યક્તિ સાથે કેટલી નિકટતા હતી? મારુ રિસ્ક કેટલું છે? સગાવ્હાલા અને પડોશીઓ તો દૂરથી જ સમાચાર પૂછશે. નિદાન પછી જો કોઈ ઈલાજની જરૂર પડે તો વળી મોટી ઉપાધિ. કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં દર્દીને સ્વીકારવામાં પણ જોખમ. ઈલાજ કરનાર દરેક વ્યક્તિ પણ રિસ્ક સાથે કામ કરી રહી હતી. જેવી પ્રાઇવેટ હોસ્પિટલમાં સરકાર તરફથી મંજૂરી મળી કે દરેક હોસ્પિટલો જાણે ઉભરાઈ જ ગઈ. કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓની શસ્ત્રક્રિયા વખતે ડર લાગવો ખૂબ સામાન્ય છે. તકલીફ એવી પણ હતી કે કોરોના પોઝિટિવ દર્દીને શસ્ત્રક્રિયાનું રિસ્ક વધારે હતું, દર્દી માટે પણ અને સારવાર કરનાર ડોક્ટર માટે પણ. સમગ્ર દેશના ડેટા પ્રમાણે ડોકટરોમાં આ રોગને કારણે મૃત્યુનો દર પણ ખૂબ વધારે હતો. આવા સંજોગોમાં અડધી રાતે મારા (ડો.ધવલ માંગુકિયા) પર એક ફોન આવ્યો કે “દર્દીની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને સીટી સ્કેનમાં કોરોના ને કારણે ૫૦% ફેફસા ખરાબ થઈ ગયા છે.” સાથે મોટું આંતરડું ચાંદા પડવાને કારણે ફાટી ગયું હતું અને આખા પેટમાં બગાડ ફેલાઈ ગયો હતો. સામાન્ય સંજોગોમાં આવા કોઈ પણ દર્દીને વિશ્વાસપૂર્ણ રીતે સમજાવી શસ્ત્રક્રિયા કરી લેતો હોઉં છું. પણ અહીં બીમારી બે હતી અને એક વત્તા એક અગિયાર થાય એવી હતી. દર્દીના સગા હોસ્પિટલ ફરી ફરીને થાક્યા હતા. મને દર્દી પ્રત્યે દયા અને મારા પ્રત્યે ડરનો અહેસાસ આવ્યો. એક ક્ષણ એમ જ થયું કે દર્દીના બચવાના ચાન્સ ખૂબ ઓછા છે, તો શું કામ ઓપરેશન કરી મારા માથા પર જવાબદારી લઉં. પછી થયું જો સગાઓની સમજણ સારી હોય તો, લાવ એક ચાન્સ લઈએ. જેવી મેં થોડી તૈયારી બતાવી સગાએ તરત જ વાત સ્વીકારી લીધી. તેઓ પણ અલગ-અલગ ડોક્ટરો પાસે જઈને થાક્યા હતા. મેં મારા માટે તો માનસિક તૈયારી કરી લીધી હતી, હવે જોવાનું એ હતું કે એનેસ્થેટિસ્ટ અને ઓપરેશન થિયેટરનો સ્ટાફ કેમ કરીને તૈયાર થશે? સદનસીબે મેડિકલ ફિલ્ડમાં સારી ભાવનાવાળા માણસો તરત જ મળી જાય છે અને મને પણ હિંમતવાળા એનેસ્થેટિસ્ટ(ડો.રાજેશ શાહ) મળી ગયા. એક જ વાક્યમાં એમણે કહ્યું જો ઓપરેશન માટે તું તૈયાર છે, તો એનેસ્થેસિયા આપવા માટે હું પણ તૈયાર છું (આવા દર્દીઓમાં સૌથી વધુ રિસ્ક એનેસ્થેટિસ્ટને જ હોય છે). મૈત્રેય હોસ્પિટલનો સ્ટાફ પણ તરત જ ભેગો થઈ ગયો. રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં એક જટિલ શસ્ત્રક્રિયા દરેક સાવચેતી સાથે કરવામાં આવી. શસ્ત્રક્રિયા પછી કોરોનાની સારવાર માટે આવા જ હિંમતવાળા ફિઝિશિયન (ડો.હિમાંશુ પટેલ, ડો. સૂચય પરીખ અને ડો. રોનક નાગોરીઆ)નો સંપૂર્ણ સાથ મળ્યો. અશક્ય દેખાતું એવું પરિણામ મળ્યું. દર્દી સાતમા દિવસે તો જાણે એકદમ સ્વસ્થ થઈને બેઠો હતો અને સારી વાત એ હતી કે, અમારામાંથી કોઈને પણ ચેપ લાગ્યો ન હતો. હવે એમ કહી શકું છું કે અમારી શ્રદ્ધા મજબૂત બની છે. સાવચેતી એટલી જ છે સમજણ વધી છે.
Dr. Dhaval Mangukiya specialist Gastro surgeon with best skils in liver pancreas gall bladder spleen intestinal colorectal advanced laparoscopic and cancer surgery SIDS Hospital & Research Center Surat
7 May 2021
Corona and Critical surgery....... Exquisite experience
Translated
Let's see the situation two months ago….. If any person's corona report is positive, it leads everyone around him to panic. Everyone seems to remember how close I was to the patient and how much risk I am having. Relatives and neighbors will ask for news from afar. If there is a need for treatment after diagnosis, it is a big deal. Medical and paramedical workers who were involved in the treatment of corona positive patients were at high risk. When the government allowed treatment in private hospitals, all beds were flooded with patients. And if any surgical problem in a corona positive patient the fear was at a peak. Another problem was that the risk of surgery is much higher, both for the patient and also for treating doctors. According to the data of the whole country, the death rate due to this disease was very high amongst the doctors. In such circumstances, a call came to me (Dr. Dhaval Mangukiya) for a patient in the middle of the night. His status was critical with 50% of the lungs damaged due to corona in the CT scan report. Simultaneously the large intestine was ruptured due to ulceration and the pus spread throughout the abdomen. Under other circumstances, I would confidently explain to any such patient and perform the surgery. But here the disease was two with a supra additive effect on the patient. The patient's relatives were tired of roaming in multiple hospitals. I felt pity for the patient and fear for me. There was a moment that thought came into my mind that why should I take the responsibility on my head of performing the operation when the chances of the patient surviving is very low. Then the very next second I told myself if the relatives have a good understanding let's take a chance. As soon as I explained the condition, the relative accepted immediately. I had mentally prepared for myself. Now it was time to see how the anesthetist and operation theater staff would be prepared? Fortunately, good-natured people are found in the medical field immediately and I also found a courageous anesthetist (Dr. Rajesh Shah). In one sentence, he said, "If you are ready for an operation, I am also ready to give anesthesia (Anaesthetists are at the highest risk in such patients)." The staff of Maitreya Hospital also got prepared for the task immediately. A complex surgery was performed with every precaution from two to four o'clock at night. After the surgery, such courageous physicians (Dr. Himanshu Patel, Dr. Suchay Parikh, and Dr. Ronak Nagoria) gave full support for the treatment of Corona. We got an outcome that seemed impossible initially. On the seventh day, the patient was in good health and the good thing was none of us were infected. I can say faith in ourselves is strengthened. The precautions we were taking are still the same, the understanding has increased.
See translation
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment