તમારી સાથે પણ ક્યારેક આવું થયું જ હશે.....
Don't hide illness its harmful for everyone
સર્જન તરીકે મારે (ડો.ધવલ માંગુકિયા) દરરોજ ઘણા બધા નવા વ્યક્તિઓ સાથે વાર્તાલાપ થાય છે. દર્દીની પરિસ્થિતિની જાણ આપવાથી લઇને દવા, સારવાર, આર્થિક પ્રશ્નો, સામાજિક તકલીફો જેવા દરેક મુદ્દાની ચર્ચા મારે કરવી જરૂરી હોય છે. અને, કેમકે મારા કામમાં ખૂબ જ જટિલ એવી શસ્ત્રક્રિયા કરવાની હોય એટલે સ્વાભાવિક છે કે તેમની ચિંતા અને પ્રશ્નો પણ ઘણા બધા હોય છે. હું બને તેટલી ધીરજ અને કાળજી રાખી દરેક વ્યક્તિને સંપૂર્ણ સંતોષ આપવાની કોશિશ કરું છું. આવી જ એક શસ્ત્રક્રિયાના પ્લાન વખતની વાત જણાવું છું. સ્વાદુપિંડના કેન્સરની શસ્ત્રક્રિયા માટે દર્દીના સગા મારી સામે બેઠા હતા. શસ્ત્રક્રિયાની જરૂરિયાત, પ્રક્રિયા, સમય, રિકવરી અને સંકળાયેલ રિસ્ક વિશેની ચર્ચા ઘણી લાંબી ચાલી હતી.
લગભગ 20 મિનિટ સુધી હું બોલ્યો અને તેમને બધી વાતો સાદી ભાષામાં સમજાવવાની કોશિશ કરી. આટલું કહ્યા પછી હું અટક્યો અને ક્યારે ઓપરેશન કરવું એ તેમના પર મૂક્યું ત્યાં જ મારી સામે બેઠેલા સજ્જન બોલ્યા કે અમારા નજીકના મિત્ર બહાર જ બેઠા છે. એમને પણ જરા સમજાવી દો ને...... હું સૂનમૂન થઈ ગયો. મેં પૂછ્યું એમને પહેલા કેમ ના બોલાવ્યા, તો કહે અમારે બધાને બીમારી જાહેર નહોતી કરવી પણ આટલી કઠિન શસ્ત્રક્રિયા છે તો ખાલી અમારા હિતેચ્છુ એવા મિત્રને આપણે જણાવીએ. મેં ફરી પાછી ધીરજ સાથે આ સમજણ બીજીવાર આપી અને એકવાર ફરી એમના પર નિર્ણય છોડ્યો પણ હવે આ એમના કહેવાતા હિતેચ્છુ મિત્રએ મારા પર બીજો બોમ્બ ફેંક્યો...તેમના શબ્દો હતા “સર તમે બધું સરસ સમજાવ્યું અને વાત ગળે પણ ઉતરી ગઈ છે. પણ અમારા એક દૂરના સગા ઘણા બધા ડૉક્ટરો સાથે મિત્રતા ધરાવે છે તો જરા એમને આ આખી વાત ફોન પર સમજાવી આપોને”. કદાચ અન્ય કોઈપણ જગ્યાએ આવી ઘટના તમને ઉશ્કેરાટ જ આપે. પણ મારાથી એ શક્ય નથી હોતું એટલે હવે એટલો જ બદલાવ કર્યો છે કે કોઈપણ દર્દી વિશે સમજાવતા પહેલા ચાર વખત પૂછી લઉં છું કે કોઈ નજીકના સગા, મિત્ર અથવા હિતેચ્છુ હોય તો બોલાવો હું શાંતિથી રાહ જોઇશ. મને વિશ્વાસ છે મારા ઘણા ડોક્ટર મિત્રો આ પરિસ્થિતિમાં આવ્યા જ હશે ડોક્ટરો જ શું કામ અન્ય વ્યવસાયોમાં પણ ઘણી વ્યક્તિઓએ ક્યારેક આવા કિસ્સાઓ તો અનુભવ્યા જ હશે. જો હા હોય તો આ વાત બધાને કહેજો.
It must have happened to you sometimes .....
As a surgeon, I (Dr. Dhaval Mangukiya) interact with a lot of new people every day. I need to discuss every issue from reporting the patient's condition to medicine, treatment, economic issues, social problems. And, since my job is to perform a very complex surgery, it is natural that they have a lot of worries and questions. I try to give complete satisfaction to everyone with as much patience and care as possible. I am writing a similar case. The patient's relatives were sitting in front of me for pancreatic cancer surgery. The discussion about the need, procedure, time, recovery and associated risk of surgery lasted a long time.
I spoke for about 20 minutes and tried to explain everything to them in plain language. After saying this, I stopped and I put the decision on them for surgery, the gentleman sitting in front of me said that our close friend was sitting outside. Explain it to them too ...... I was quite completely for some time. I asked him why he was not called before, he said we did not have to declare the disease to all but if it is such a difficult surgery then we should just tell our friend who is in our best interest. I patiently gave this understanding a second time and once again left the decision on him but now this so-called friend of mine threw another bomb at me ....... his words were “sir you explained everything nicely and the talk went down well. But one of our distant relatives has a friendship with many doctors, so explain this whole thing to him on the phone”. Probably most of us get irritate by this kind a situation. But that is not possible for me when I am a doctor, so now I have changed so much that before explaining about any patient, I ask multiple times to call if there is any close relative, friend or well-wisher, I will wait in peace. I am sure many of my doctor friends must have come to this situation. Not just Doctors actually in other professions too, many people must have experienced such cases sometimes. If yes, tell everyone.
See translation
No comments:
Post a Comment