7 May 2021

 મોબાઈલ ફોન દ્વારા કોઈને પણ ક્યારેક પણ સંપર્ક કરી શકાય છે. કોરોનાના સમયમાં ડૉક્ટરોનું પણ ટેલિફોનિક અથવા ઓનલાઈન પરામર્શ પણ વધી ગયું છે. કેટલાંક કિસ્સાઓ મારી સાથે પણ થયા. હું સમજુ છું કે મને કોઈપણ દર્દી અથવા દર્દીના સગાં તેની તકલીફ માટે જ ફોન કરતાં હશે, પણ છતાં ક્યારેક તે ખૂબ જ રમૂજી બની જાય અથવા ક્યારેક અકળામણ પણ આપે છે.

સંવાદ ૧ :-
દર્દીના સગા: સર, હું "ચેતનભાઈ (અહીં દર્શાવેલ નામ કાલ્પનિક છે.)" બોલું છું. (એમણે ધારી લીધું કે નામ જાણીને મને એમનાં વિશે બધું જ યાદ આવી જશે.)
ડોક્ટર: શું તકલીફ છે?
દર્દી: તકલીફ નથી પણ ધરમશીભાઈને (અહીં દર્શાવેલ નામ કાલ્પનિક છે.) બીજા એક ડોક્ટરને બતાવ્યું છે. એમણે પેટમાં દુ:ખાવા માટે દવા લખી આપી છે. જેનું નામ X-Y-Z છે તો લઈએ કે નહીં?
(એમણે ફરી ધારી લીધું કે દર્દીનું નામ જાણી મને બધું યાદ હશે.)
ડોક્ટર: ધરમશીભાઈને મેં ક્યારે જોયા છે અને શું સારવાર આપી હતી?
દર્દીના સગા: સર, તમે ચાર વર્ષ પહેલા કેન્સરનું ઓપરેશન કર્યું હતું. (હવે કઈ રીતે એમને સમજાવવું કે ફાઈલ જોયા વગર અને તપાસયા વગર એક વાક્ય અને નામ સાંભળી કઈ રીતે સારવાર આપવી?)
સંવાદ ૨ :-
દર્દીનો મિત્ર: સર, તમે મારા પિતાનું પિત્તાશયનું ઓપરેશન કર્યું હતું. હવે, મારા મિત્રના કાકાને પણ તકલીફ છે અને તેઓ બહારગામ છે. તેમને કોઈ ડોક્ટરે ઓપરેશનનું કીધું છે. તમે જરા કહોને કે એ ડોક્ટર સાચું કહે છે કે ખોટું?
(અહીં એક ડૉક્ટર પર ઘણો બધો વિશ્વાસ છે અને બીજા ડૉક્ટર પર સંપૂર્ણ અવિશ્વાસ!)
ડોક્ટર: ભાઈ, એમ દર્દીને જોયાં વગર અને રિપોર્ટ વગર કઈ રીતે સલાહ આપી શકું?
દર્દીનો મિત્ર: (તરત જ) મેં બધા રિપોર્ટસ અને ડોક્ટરનું નામ તમને મોકલ્યા છે. તમે દર્દીનાં રિપોર્ટસ અને એ ડૉક્ટર કેવાં છે એ જણાવોને?
(અહીં મારે દર્દીનો રિપોર્ટ જોવો કે પછી પેલા ડોક્ટરનો એ દુવિધા આવી!)
ડોક્ટર: જુઓ, આમ ખાલી રિપોર્ટસ પરથી નિર્ણય ના લઈ શકાય. આપણે દર્દીની સારવાર કરવાની હોય નહીં કે દર્દીના રિપોર્ટની.
દર્દીનો મિત્ર: તો તમને ખાલી રિપોર્ટ જોઈને સમજ નહિ પડે એમ ને?
(મને ખબર ના પડી કે એ ભાઈ મારી ક્ષમતાની કસોટી કરતા હતા કે પેલા દર્દીની સારવારની ચિંતા!!)
સંવાદ ૩ :-
થોડા વખત પહેલાં જ એક દર્દીનું આંતરડાનું ખૂબ જટિલ ઓપરેશન કર્યું હતું અને આશરે બે મહિના જેટલું હોસ્પિટલમાં રોકાવાનું પણ થયું હતું. એટલે આ દર્દી અને તેના સગાં મને સારી રીતે યાદ હતા. દર્દીના પુત્રએ મને ફોન કર્યો.
દર્દીનો પુત્ર: સર, ફ્રી હોવ તો થોડી વાત કરવી છે. (મેં હા કહી).... તેણે લગભગ દસ મિનિટ સુધી મને નાની મોટી દરેક તકલીફ વિશે જણાવ્યું.
ડોક્ટર: એવું હોય તો, એક વાર બતાવી જજો.
દર્દીનો પુત્ર: ના એવી તકલીફ નથી. આ તો ખાલી જાણકારી માટે ફોન કર્યો હતો. સર, મારી માતાને પણ વાત કરવી છે. એમના પણ પ્રશ્નો છે.
(મારા જવાબની ચિંતા કર્યા વગર તેની માતાએ પણ એ જ બધી વાતો ફરીથી દસ મિનિટ સુધી કરી. આ વખતે હું ખાલી સાંભળતો હતો.)
ડોક્ટર: મેં તમારા પુત્રને કીધું એવું હોય તો મળી જજો.
દર્દીના પત્ની: ના, એવી મોટી તકલીફ તો નથી આ તો ખાલી જાણકારી માટે. એક કામ કરોને તમે જરાં દર્દીને જ સમજાવી દો ને.
(ફરી મારા જવાબની રાહ જોયા વગર ફોન દર્દી પાસે પહોંચ્યો.)
દર્દી: પુત્રએ અને પત્નીએ કરી એ જ વાત અને એ જ શબ્દો મેં ત્રીજી વખત સાંભળ્યા.
ડોક્ટર: એવું હોય તો, બતાવી જજો.
દર્દી: ના, એવી કોઈ તકલીફ નથી આ તો ખાલી જાણકારી માટે.
(મને ખબર નઈ પડી કે આ મારી જાણકારી માટે હતું કે પછી એમની!!!!)
Translation
Anyone can be contacted by mobile phone at any time. Telephonic or online consultation of doctors has also increased in Corona's time. Some cases happened to me too. I understand that any patient or patient's relative would call me just for his or her discomfort, but sometimes it becomes very funny or sometimes embarrassing.
Scenario 1
Patient's relative: Sir, I am "Chetanbhai (The name shown here is fictional.)".
(He assumed that knowing the name would make me remember everything about him.)
Doctor: What's the matter?
Patient: No problem but Dharamshibhai (The name shown here is fictional.) has shown it to another doctor. He has prescribed medicine for stomach ache. Whose name is X-Y-Z, should we take it or not?
(He assumed again that I would remember everything by knowing the patient's name.)
Doctor: When have I seen Dharamshibhai and what was the treatment?
Patient's relative: Sir, you have done his cancer surgery four years ago.
(Now how to explain to him that I can’t advise by hearing a sentence and name without looking at the file and without checking?)
Scenario 2
Patient's friend: Sir, you operated on my father for gallbladder. Now, my friend's uncle is also in same trouble and he is in another town. He has been told by a doctor about the operation. Would you say that the doctor is right or wrong?
(There is a lot of trust in one doctor and complete distrust in another doctor!)
Doctor: How can I give advice without seeing a patient?
Patient's friend: (immediately) I have sent you all the reports and the name of the doctor. Can you tell us how is the reports and what the doctor is good or not?
(whether I should see the patient's report or assess the doctor, it was dilemma!)
Doctor: Look, you can't make a decision based on only reports. We have to treat the patient not the report.
Patient's friend: So you just can’t understand by looking at the report?
(I didn't know that he was testing my ability or concerned for the patient's treatment !!)
Scenario 3
One patient recently underwent a very complex bowel operation and was hospitalized for about two months. So this patient and his relatives were well remembered by me. The patient's son called me.
Patient's son: Sir, if you are free, need to talk a little. (I say yes).... He told me about every problem, big or small, for about ten minutes.
Doctor: If so, show me once in my OPD.
Patient's son: No, there is no such major problem. This was just a call for information. Sir, my mother has to talk too. She also have questions.
(Without worrying about my answer, his mother said the same thing again for ten minutes. This time I was just listening.)
Doctor: If that's what I already told your son, show me once.
Patient's wife: No, there is not a big problem, just for information. Do one thing and explain it to the patient.
(Again the phone reached the patient without waiting for my answer.)
Patient: The same thing what his son and wife did and the same words I heard for the third time.
Doctor: If so, show me.
Patient: No, there is no such problem. This is just for information.
(I don't know if this was for my information or not !!!!)
4,408
People reached
1,350
Engagements
You and 124 others
12 comments
4 shares
Like
Comment
Share

12 comments

No comments:

Post a Comment