30 Jun 2020

Corrossive (Acid) Ingestion Esophageal and gastric Injury

Suicide.... Please avoid that moment of decision.....

Suicide is the end of one's own body. Recently a very famous person committed suicide and the whole country was shaken. But do we know....? How many such cases happen around us every day. Such individuals who are involved in mental depression take different paths to the end of their body. In my career as a surgeon, many patients have come to me who have swallowed acid for suicide. I am writing about one such patient here. A 30-year-old woman, a loving husband and a five-year-old daughter is the perfect picture for a happy family. But in a trivial matter, she swallowed a bottle of acid in anger. The path from the esophagus to the stomach and intestine were permanently damaged. A decision taken in an instant and an entire family scattered. She was rushed to a hospital but her injuries were serious. The esophagus and stomach were removed by immediate surgery and a pipe for food was placed in the intestine. My efforts saved her but she got the life as a dependent. Even saliva could not be swallowed due to permanently damaged food pipe and stomach, so there was no question of food. The whole family was engaged in her service. She often had to be hospitalized for minor or major problems. The only good thing was that now desire to live was back in her. Seeing this, I (Dr. Dhaval Mangukiya) decided to create a new way for food. This surgery was very major and more intensive than the previous one. A portion of the large intestine was used to replace the esophagus for food passage. This very complicated surgery lasted for six consecutive hours. Multiple anastomosis was made from the throat to the abdomen to completely rebuild the passage of food. The only question in her eyes in the ICU and ward after the surgery was when will I eat by mouth? Finally four days after the surgery When I was confident about her healing allowed her to drink water and eat food. She was taking oral water almost after one and half years. Acids are readily available in our country. Unfortunately, I have been performing at least ten such surgeries every year but fortunately I have managed to make them smile again and I give full credit to the tireless efforts and patience of the families of these patients.




આત્મહત્યા એટલે પોતાના જ શરીરનો અંત. તાજેતરમાં જ ખૂબ જ એક જાણીતી વ્યક્તિએ આત્મહત્યા કરી અને આખો દેશ હચમચી ગયો. પણ આપણે જાણીએ છીએ.....? કે આવા તો કેટલાય કિસ્સાઓ આપણી આજુબાજુ દરરોજ થતા હોય છે. માનસિક હતાશા માં સંકળાયેલ આવી વ્યક્તિઓ પોતાના શરીરના અંત માટે અલગ-અલગ રસ્તાઓ અપનાવે છે. મારી સર્જન તરીકેની કારકિર્દીમાં કેટલાય દર્દીઓ  મારી સમક્ષ આવ્યા જે આત્મહત્યા માટે એસિડ ગટગટાવી ગયા હતા. એવામાંનું જ એક દર્દીની વાત અહીં લખું છું. 30 વર્ષની યુવતી, પ્રેમાળ પતિ અને પાંચ વર્ષની બાળકી એટલે સુખી પરિવારનું સંપૂર્ણ ચલચિત્ર. પણ એક નજીવી બાબતમાં ખોટું લગાડી તેણીએ ગુસ્સામાં એસિડનો બાટલો જ મોઢે માંડ્યો. અન્નનળીથી લઇ અને સંપૂર્ણ જઠર સુધી નો રસ્તો કાયમીક રીતે ખરાબ થઈ ગયો હતો. એક પળમાં લેવાયેલો નિર્ણય અને એક આખો પરિવાર વેરવિખેર. તેણીને તાત્કાલિક દવાખાનામાં ખસેડવામાં આવી પણ પેટના દરેક અંગોમાં ઈજા ભયંકર હતી. તાત્કાલિક શસ્ત્રક્રિયા દ્વારા ખરાબ અન્નનળી અને જઠરનો નિકાલ કરી ખોરાક માટેની પાઇપ આંતરડામાં મૂકવામાં આવી.  મહામહેનતે તેને બચાવી તો લેવામાં આવી પરંતુ હવે પછીનું જીવન એક આશ્રિત તરીકે જ મળ્યું. ખરાબ રસ્તાને કારણે લાળ પણ ગળા નીચે ઉતારી શકાતી ન હતી તો ખોરાકનો તો સવાલ જ નહોતો. આખો પરિવાર તેની સેવામાં લાગી ગયો હતો. નાની-મોટી તકલીફો માટે પણ વારંવાર તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડતી હતી. સારી વાત ખાલી એક જ હતી કે હવે ફરીવાર જીવવાની ખેવના પાછી આવી હતી. આ જોઈને જ મેં (ડો.ધવલ માંગુકિયા) એ ખોરાક માટે નવો રસ્તો બનાવવાનો નિર્ણય લીધો. આ શસ્ત્રક્રિયા આગળ થયેલ તાત્કાલિક શસ્ત્રક્રિયા કરતા ખૂબ મોટી અને મહેનત માંગી લે તેવી હતી. આંતરડાંના એક ભાગનો ઉપયોગ કરી ખોરાકના રસ્તા માટે અન્નનળીની જગ્યાએ મૂકવામાં આવ્યો. ખૂબ જટિલ એવી આ શસ્ત્રક્રિયા લગાતાર છ કલાક ચાલી હતી. સંપૂર્ણ રસ્તાના પુનઃનિર્માણ માટે ગળાથી લઇને પેટ સુધી આંતરડાંઓના બહુવિધ જોડ બનાવવામાં આવ્યા. શસ્ત્રક્રિયા બાદ આઈ સી યુ અને વોર્ડમાં તેની આંખોમાં એક જ પ્રશ્ન હતો કે ક્યારે મોઢાથી ખાતી થઈશ? આખરે શસ્ત્રક્રિયાના ચાર દિવસ બાદ મને સંપૂર્ણ રૂઝનો વિશ્વાસ આવ્યો ત્યારે પાણી પીવાની અને જમવાની પરવાનગી આપી. પાણીનો આ ઘૂંટડો આશરે દોઢ વરસ પછી તેણીએ ગળા નીચે ઉતાર્યો હતો. એસિડ આપણા દેશમાં સરળતાથી ઉપલબ્ધ છે. કમનસીબે દરેક વર્ષે હું આવી ઓછામાં ઓછી દસ શસ્ત્રક્રિયા કરું છું પણ નસીબજોગે એમને ફરી હસતા કરવામાં સફળ પણ થયો છું અને તેનો સંપૂર્ણ શ્રેય હું આ દર્દીઓના પરિવારજનોના અથાગ પ્રયત્નો અને ધીરજને આપું છું.


No comments:

Post a Comment