Every disease is a story of struggle which brings success....
A young 19 year old boy entered my consulting room with despair but hope in his eyes. His suffering was not of hours or days but of years. I could see scars of two old major surgeries as if someone had made a map on his abdomen. When he was 5 years old, his parents found that he had a disease in which he had dilatation of bile duct which causes jaundice. In medical language it is called Choledochal cyst. Even the surgeons do not know much about this disease and its surgery during those years. He underwent surgery and survived, but at 14-years difficult sufferings began. The disease was not completely cured but symptoms such as pain, recurrent jaundice, and fever were also found as gifts. Then a second emergency surgery was performed but the surgeon was unsuccessful due to prior surgery and inflammation in the pancreas. Now they were sitting in front of me with tears in their eyes and heavy despair. This time also he came with swelling in pancreas and jaundice. So I told them not to hurry for surgery. It was very difficult for me to explain that it's better to wait for some time. With the sum of my patience and minus of their haste I planned his surgery. Arriving at the operation theater for him, half the battle was won as many surgeons were not even ready to touch this patient in past years. But for me the battle was just the beginning. Like any other war, the preparation was sufficient, but the disease was to be faced as the soldiers would fight against the enemies in the desert. Due to inadequate prior surgery, organs within the abdomen were stuck in the upper part. Taking care of all these organs and reaching the main disease was like making a mine. Eventually the way was found but due to repeated infections and jaundice, the bile duct and the veins of the liver around it got stuck as if someone had put glue on it. After very careful and precise work, a diseased bile duct was finally removed and a new bypass was made for bile. The surgery lasted 4 hours and the result of this hard work was that the 14-year distress was finally cured within 4 days after the surgery. The young age of the patient and the care of his family helped a lot. Now when he came back into the consulting room there was a twinkle in his eye instead of sadness or despair and the happiest smile on his face and family.
Translation
19 વર્ષ નો એક યુવક મારા કન્સલ્ટિંગ રૂમ માં નિરાશાના ભાવ સાથે દાખલ થયો. તેની તકલીફ કલાકો કે દિવસોની નહિ પણ વર્ષોની હતી. પેટ ઉપર જાણે કોઈએ નકશો બનાવ્યો હોય તેવા જુના બે મોટા ઓપરેશનોના કાપા જોઈ શકાતા હતા. માત્ર 5 વર્ષ ની ઉંમરનો હતો ત્યારે તેના માતા પિતાને માલુમ પડ્યું કે તેને પિત્ત ની નળી પહોળી થવાની બીમારી છે. જેને કારણે કમળો થતો હતો. અમારી ભાષામાં એને કોલેડોકલ સીસ્ટ (Choledochal cyst) કહેવાય છે. સર્જનગણમાં પણ એ વર્ષોમાં આ બીમારી અને તેના ઓપેરશન વિષે આટલી જાણકારી ના હતી. એ વખતે તેનું ઓપેરશન કરવામાં આવ્યું અને મૃત્યુથી તો બચ્યા પણ ત્યાંથી શરુ થઇ 14 વર્ષની યાતનાની શરૂઆત. સંપૂર્ણપણે આ બીમારીનો રસ્તો તો ના જ નીકળ્યો પણ દુખાવો, વારંવાર થતો કમળો અને તાવ જેવા લક્ષણો ભેટ માં મળ્યા. બીજું કટોકટીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ અગાઉની શસ્ત્રક્રિયા તથા સ્વાદુપિંડના સોજાને કારણે સર્જનને સફળતા ના મળી. હવે આંખોમાં ભય અને ભારોભાર નિરાશા સાથે તેઓ મારી સામે બેઠા હતા. આ વખતે પણ સ્વાદુપિંડમાં સોજો અને કમળો જાણતો હતો. આ કારણે મેં તેમને ઓપેરશનની ઉતાવળ ન કરવા જણાવ્યું. તેમને સમજાવવા ખુબ મુશ્કિલ હતા કે રાહ જોવામાં જ ભલાઈ છે. મારી ધીરજનો સરવાળો અને તેમની ઉતાવળની બાદબાકી સાથે એક સમયે પૂરતી તૈયારી કરી તેની શસ્ત્રક્રિયા રાખવામાં આવી. તેમના માટે ઓપેરશન થિયેટરમાં આવ્યા એટલે અડધી જંગ જીતાઈ ગઈ હતી કેમ કે આટલા વર્ષોમાં કેટલાય સર્જનોએ આ દર્દીને હાથ લગાડવાની પણ ના પડી હતી. પણ મારા માટે જંગ હવે શરુ થતી હતી. અન્ય કોઈ યુદ્ધ ની જેમ જ તૈયારી તો પૂરતી હતી પણ રોગ નો સામનો જેમ સૈનિકો રણમેદાનમાં દુશ્મનોનો કરે એમ થવાનો હતો. અપૂરતી પૂર્વ શસ્ત્રક્રિયાને કારણે, પેટની અંદરના અવયવો ઉપરના ભાગમાં અટવાઇ ગયા હતા. આ બધા અંગોની કાળજી રાખી મુખ્ય રોગ સુધી પહોંચવું એ જાણે ખાણ બનાવવા જેવું કઠિન હતું. આખરે રસ્તો મળી ગયો પણ વારંવાર ચેપ અને કમળો થવાને કારણે પિત્તની નળી અને તેની આજુબાજુની યકૃતની નસો પણ જાણે કોઈએ ગુંદર લગાવી હોય તે રીતે ચોંટી ગઈ હતી. ખૂબ જ સાવચેતીભર્યા કાર્ય પછી, આખરે રોગગ્રસ્ત પિત્તની નળી દૂર કરવામાં આવી અને પિત્ત માટે એક નવો બાયપાસ બનાવવામાં આવ્યો. 4 કલાકની મહેનતનું પરિણામ એ આવ્યું કે 14 વર્ષની તકલીફનું નિવારણ આખરે શસ્ત્રક્રિયા પછીના 4 દિવસમાં થયું. દર્દીની યુવાન વય અને તેના પરિવારની કાળજીનો મને સહકાર મળ્યો. હવે ફરી પાછો જયારે એ કન્સલ્ટિંગ રૂમમાં આવ્યો ત્યારે દુઃખ કે નિરાશાના સ્થાને આંખોમાં ચમક હતી.
No comments:
Post a Comment